Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ગાંધીનગરના એસ.જી. હાઇવે પર પરિણીત મહિલાએ નર્મદા કેનાલમાં આપઘાત કરવા ઝંપલાવ્યું : ફાયરબ્રિગેડના જવાનોએ મહિલાને ડૂબતી બચાવી

ગાંધીનગર : ગાંધીનગરના એસ.જી. હાઇવે પર સાંજના સમયે એક પરિણિત મહિલાએ નર્મદા નદીની કેનાલમાં આપઘાત કરવાના ઇરાદાથી ઝંપલાવ્યું હતું. ફાયરબ્રિગેડના જવાનોને ખબર પડતા તેમણે એ મહિલાને  બચાવી લીધી હતી. આ અંગેની વિગત જોઇએ તો.

ગાંધીનગરમાં રહેતી પરિણીત મહિલા શુક્રવારે બપોરે ઘરેથી નિકળી ગઇ હતા અને અંબાપુર કેનાલ પાસે પહોંચી હતી. મહિલાએ કેનાલમાં કૂદકો માર્યો (Suicide Attempt) હતો. આ સમયે રસ્તા પરથી પસાર થતો એક રાહદારી મહિલાને કેનાલમાં પડતા જોઇ ગયો હતો. તેણે તરત જ પોલીસ અને ફાયરને જાણ કરી હતી.

સદનસીબે ગાંધીનગર ફાયર બ્રિગેડના જવાનો અંબાપુર કેનાલમાં જ કોઇ કામગીરી કરી રહ્યા હતા તેમને બનાવની જાણ થતા તાલિમાર્થી જવાનો તાત્કાલિક મહિલાએ જ્યાં કેનાલમાં કૂદકો માર્યો (Suicide Attempt) હતો ત્યાં પહોંચી ગયા હતા અને તેને બચાવી લીધી હતી. પરિણીત મહિલાએ શા માટે આ પગલું ભર્યું તે તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.  મહિલાએ કેનાલમાં આપઘાત કરવા માટે કૂદકો માર્યો હતો પરંતુ ભગવાને તેમને બચાવી લીધી હતી.

(9:59 pm IST)