Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

એલસીબીના એએસઆઇનું ફેઇસબુક એકાઉન્ટ હેક :એકાઉન્ટ હેકર પોલીસકર્મીના મિત્ર પાસેથી 15 હજારની ઉઘરાણી કરતા ભારે ચર્ચા

વલસાડ એલસીબીમાં ફરજ બજાવતા અજીત સિંહનું એકાઉન્ટ કોઇ સાઇબર ક્રિમિનલે હેક કરી દીધું

(કાર્તિક બાવીશીદ્વારા ) વલસાડમાં એક તરફ પોલીસે સાઇબર ક્રાઇમ સામે લડત શરૂ કરી છે. ત્યારે બીજી તરફ વલસાડ એલસીબીના પોલીસકર્મીનું જ એકાઉન્ટ હેક થયું છે. આ એકાઉન્ટ હેક કરી સાઇબર ક્રિમિનલ તેના મિત્રો પાસેથી રૂ. 15 હજાર માંગી રહ્યો છે. જેને લઇ પોલીસ પણ અવાક બની ગઇ છે.     વલસાડ એલસીબીમાં ફરજ બજાવતા અજીત સિંહનું એકાઉન્ટ કોઇ સાઇબર ક્રિમિનલે હેક કરી દીધું છે. આ એકાઉન્ટ હેક કરી અજીતસિંહના મિત્રો પાસેથી આ ક્રિમિનલ રૂ. 15 હજારની માંગણી કરી રહ્યો છે. જેને લઇ તેના મિત્રો વિચારમાં પડી ગયા છે. ક્યારેય પણ અજીતસિંહ સાથે પૈસાનો વ્યવહાર કર્યો નથી. તેમ છતાં તે કેમ પૈસા માંગે છે. ત્યારે તેમણે અજીતસિંહને ફોન કરીને પુછતાં અજીતસિંહ અચંબામાં મુકાઇ ગયા હતા અને પોતાના નામનું એકાઉન્ટ બનાવી કોઇ વ્યક્તિ આવું કરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતુ. 

 આ બનાવની જાણ થતાં અજીતસિંહે તેમના એકાઉન્ટમાંથી કોઇ પણ મેસેજ આવે તો તેને અવગણવાની વાત કરી છે. તેમજ આ ઘટના પાછળ કોણ છે તેની તપાસ કરવા સાઇબર સેલને રિપોર્ટ કર્યો છે

(5:46 pm IST)