Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં મેનેજરે હિસાબમાં ચેડા કરી 74.16 લાખની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના સિટીલાઇટ રોડના માહેશ્વરીભવનના રૂ. 47,500ના પગારદાર મેનેજરે ભવનના બુકિંગ બિલમાં રીફંડની રકમમાં ચેડા કરી છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં રૂ. 74.16 લાખની ઉચાપત કરતા મામલો ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

સુરતના સિટીલાઇટ રોડ સ્થિત શ્રી માહેશ્વરીભવન સમ્રાટ વિક્રમાદિત્ય માર્ગના મંત્રી સત્યનારાયણ માંગીલા દરગડ (ઉ.વ. 53 રહે. બી 304, ઓપેરા હાઉસ, સિટીલાઇટ અને મૂળ શાહપુરા, તા. ધોદ, જિ. સીકર, રાજસ્થાન) એ શ્રી માહેશ્વરીભવન સમિતી સંચાલિત માહેશ્વરીભવનના મેનેજર મનોહરકુમાર કેશરદેવ શર્મા (રહે. માહેશ્વરીભવનના સ્ટાફ રૂમમાં, સિટીલાઇટ રોડ અને મૂળ લક્ષ્મણગઢ, જિ. સીકર, રાજસ્થાન) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. શુભ-અશુભ પ્રસંગે ભાડે આપવામાં આવતા માહેશ્વરીભવનના બુકિંગની રકમ સામે રીફંડ આપવામાં આવે છે. આ રીફંડની રકમમાં મેનેજર મનોહરકુમાર શર્માએ ચેડા કર્યા હતા. બુકિંગની સામે જે રીફંડ આપવામાં આવતું હતું તેમાં મોટી રકમની એન્ટ્રી કરી તે બિલની કોમ્પ્યુટર પર એન્ટ્રી કરતો હતો. 

(5:30 pm IST)