Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સુરતમાં કોરોના કાળમાં લોકડાઉન અને અનલોકના કારણે 1500 અસ્‍થિઓને હરિદ્વારમાં વિસર્જન માટે હજુ સુધી ન મોકલી શકાયા

સુરત: સુરતના અશ્વનીકુમાર સ્મશાન ગૃહની 1500 અસ્થિઓ હરિદ્વારની રાહ જોઈને બેઠી છે. કદાચ સાંભળતા આશ્ચર્ય થશે પરંતુ આ એક સાચી હક્કીક્ત છે. સ્મશાન ભૂમિની સામે એક સંસ્થા દ્વારા વિના મૂલ્યે હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જન કરી આપતા હોય છે પરંતુ લોકડાઉન અને અનલોકના કારણે આ અસ્થિનું વિસર્જન હરિદ્વારમાં થઈ શક્યું નથી.

સુરત વરાછા અશ્વનિકુમાર સ્મશાન ગૃહમાં રોજે રોજ 50 જેટલા મૃતદેહો અંતિમ વિધિ માટે આવતા હોય છે. અંતિમ વિધિ બાદ મૃતકની અસ્થિ હરિદ્વારમાં વિસર્જન માટે કેટલાક લોકો પાસે પૈસા હોતા નથી. ત્યારે સ્મશાન ગૃહની સામે જ એક સંસ્થા દ્વારા વિના મૂલ્યે અસ્થિ હરિદ્વાર ખાતે વિસર્જન કરતા હોય છે. આ અસ્થિ સામાન્ય રીતે ટ્રેન મારફતે મોકલતા હોઈ છે પરંતુ લોક ડાઉનલોડ અને અનલોકના કકરને ટ્રેન સેવા બંધ કરી દેવાઈ છે. જેને લઈ 1400થી 1500 અસ્થિ કળશ હાલ દુકાનમાં જ પડી રહ્યા છે.

સંસ્થાના લોકોએ પ્રાઇવેટ કારની મજૂરી પણ માંગવામાં આવી હતી. જો કે તેમને પરવાનગી આપવામાં આવી નથી. હાલ રેલવે સેવા શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે. ફ્લાઈટમાં પણ સ્પેશિયલ પરમિશન લઇને જવાની તૈયારી છે પરંતુ ત્યાં ઘાટ પર હજુ વિસર્જન માટેની મંજૂરી નહીં હોવાથી હજુ આ અસ્થિકુંભને પધરાવવા માટે રાહ જોવી પડસે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

(5:13 pm IST)