Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સરકાર મગફળી માટે રપ૦ કરોડના ખર્ચે ર.૭પ કરોડ કોથળા ખરીદશે

રાજકોટ તા. ૧૮: રાજય સરકાર દ્વારા તા. ર૧ ઓકટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થનાર છે. તેની તડામાર પૂર્વ તૈયારી ચાલી રહી છે જે તે ખરીદ કેન્દ્ર ખાતેથી ખરીદેલી મગફળી ગોડાઉન સુધી પહોંચાડવા માટે પરિવહનને (ટ્રક) કોન્ટ્રાકટ આપવા રૂ. ૧૦૦ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

મગફળી ભરવા માટે બારદાન (કોથળા)ની ખરીદી થનાર છે. નાગરિક પુરવઠા નિગમે સવા કરોડ બારદાન ખરીદવા રૂપિયા ૧૦૬ કરોડનું ટેન્ડર બહાર પાડયું છે. નાફેડ દોઢ કરોડ બારદાન ખરીદવા રૂ. ૧પ૦ કરોડનું ટેન્ડર બહાર પાડશે. સરેરાશ એક કોથળો રૂ.૮પ આસપાસ પડતર થશે.

(3:41 pm IST)