Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

વલસાડના નાગરિકોને જિલ્લા પોલીસ વડાની અપિલ હેલમેટ પહેરો અને સિટબેલ્ટ લગાવો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :સમગ્ર ગુજરાત સાથે વલસાડમાં પણ ટ્રાફિક જાગૃતિનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ જિલ્લાના નાગરિકોને સિટ બેલ્ટ બાંધવા અને હેલ્મેટ પહેરવાની અપિલ કરી છે.

  વલસાડના ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ અકિલા  સાથેની ખાસ વાતચિતમાં જણાવ્યું કે, સિટબેલ્ટ અને હેલ્મેટ જીવન રક્ષક મનાઇ છે. અકસ્માત થાય ત્યારે સિટ બેલ્ટ બાંધ્યો હોય તો મૃત્યુની સંભાવના ઘટી જતી હોય છે. આવી જ રીતે બાઇક અકસ્માતમાં હેલ્મેટ પહેર્યું હોય તો અકસ્માતમાં માથા પર ઇજાથી બચી શકાય છે અને મૃત્યુની સંભાવના ઘટી જતી હોય છે. ત્યારે જિલ્લામાં અકસ્માતો અટકાવવા માટે હલ્મેટ પહેરવી અને સિટ બેલ્ટ બાંધવો અનિવાર્ય બને છે. જ્યારે પણ હાઇવે પર ડ્રાઇવ કરતા હોવ ત્યારે વાહનની સ્પીડ વધુ હોય છે આવા સંજોગોમાં હલ્મેટ અને સિટબેલ્ટ અનિવાર્ય બાંધવો જોઇએ. પોલીસના ડરથી નહી, પરંતુ મૃત્યુના ડરથી આ નિયમનું પાલન થાય એવું તેમણે જણાવ્યું હતુ.

(3:37 pm IST)