Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અધિકમાસના પ્રારંભે અનેક સ્થળોએ મેઘરાજા ગાંડાતૂર બન્યાઃ સરેરાશ રાજયમાં ૧૨૮ ટકા વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ આજ થી શરૂ થયેલ પવિત્ર અધિક માસના આરંભ થી જ મેઘરાજા રાજયના કેટલાક વિસ્તારોમાં હેત વરસાવી રહ્યા છે. જેને પગલે ૧૧ ઈંચ સુધી નો ભારે વરસાદ નોંધાયેલ છે.

ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમા નોંધાયેલ વરસાદના મુખ્ય આંકડાને જોઈએ તો ઉમરપાડા ૨૭૫ મીમી, માંગરોળ ૧૩૮ મિમ, દેડિયાપાડા ૧૦૧ મીમી, કુકરમુંડા અને ચીખલી ૭૪ મીમી, સાગબારા ૭૨ મીમી, હાલોલ ૬૮ મીમી, ઘોઘમબા ૫૧ મીમી વરસાદ નોંધાયેલ છે

જયારે ડોલવણ ૪૭ મીમી, વધઇ ૩૫ મીમી, અંકલેશ્વર ૩૧ મીમી, માણસા ૩૦ મીમી, કવાંટ ૨૮ મીમી, નિઝર ૨૭ મીમી, બારડોલી ૨૪ મીમી, વાઘોડિયા અને ગરૂડેશ્વર ૨૧ મીમી આ ઉપરાંત રાજયના અન્ય ૬૨ તાલુકા મા ૧ થી ૨૦ મિમી સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દક્ષિણ ગુજરાત પંથકના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ઘેરાયેલા વાતાવરણ વચ્ચે હેત વરસાવી રહ્યા છે.

(2:33 pm IST)
  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • જામનગર આયુર્વેદ યુનિવર્સિટીની બીલ્ડીંગ ઉપરથી બીએએમએસના વિદ્યાર્થી વિજય અજમલભાઇ ઠાકોર નો આપઘાત : મોતનું કારણ અકબંધ access_time 3:24 pm IST