Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

માંગી ૧૮૧ પર અભ્યમની મદદ

લોકડાઉનમાં મહિલાની જિંદગી નર્ક બનીઃ દિવસ-રાત ૪-૪ વખત પતિ શારીરિક સંબંધ બાંધી શરીરને ગંદી રીતે ચૂંથી નાંખતો

અમદાવાદ,તા.૧૮:બોપલ વિસ્તારમાં રહેલી ૨૫ વર્ષીય જૈમી (નામ બદલેલ છે) અને જતીન (નામ બદલેલ છે)ના લગ્ન ૬ વર્ષ પહેલા થયા હતા. ૩ વર્ષના બાળક સાથે જિંદગી સારી રીતે વીતી રહી હતી. પરંતુ કોરોના મહામારીને કારણે લોકડાઉન પત્ની જૈમી માટે નર્ક સમાન સાબિત થયુ છે. લોકડાઉનમાં પતિ આખો દિવસ દ્યરમાં જ હોવાથી તે પત્ની સાથે સતત શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો હતોે.

જતીન દિવસ અને રાતના સમયે ૪-૪ વખત જૈમી સાથે શારીરિક સંબંધ બાંધીને તેના શરીરને ચૂંથી નાંખતો હતો. લોકડાઉનમાં દરરોજ જતીન અનેકવાર જૈમી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. જેનાથી જૈમીને ગુપ્ત ભાગોમાં અનેક ઈજાઓ થઈ હતી. જો શારીરિક સંબંધ માટે જૈમી ના પાડે તો પતિ જબરજસ્તી કરતો અને માર મારતો હતો.

તેમજ જતીન તેને  છોડી દેવાની ધમકી આપીને હવસ સંતોષી લેતો હતો. જો કે, થોડા સમય પહેલા જતીને જૈમી સાથે શારીરિક સંબંધ બનાવવા પ્રયત્ન કરતા જૈમીએ ના પાડતા તેને ઢોર માર માર્યો.

આ સમયે મકાન માલિકે સમગ્ર ઘટના જોઇને હેલ્પલાઇન ૧૮૧ અભ્યમ ટીમની મદદ માંગી હતી. તેથી કાઉન્સિલર સુરેખાબહેન ઘટના સ્થળે આવીને પીડિત મહિલાની પૂછપરછ કરી હતી. યુવતીની વાત સંભાળીને સૌ કોઈ દંગ રહી ગયા હતા. જો કે, કાઉન્સિલર સુરેખાબહેને જતીનનુ કાઉન્સેલિંગ કર્યા બાદ તેને વધારે કાઉન્સેલિંગની જરૂર હોવાથી પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર ખાતે મોકલી અપાયો હતો.

(11:49 am IST)