Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઓલપાડના કરેલી ગામે ગાંજાનો જથ્થો ઝડપાયો:ગ્રામજનોએ કારનો પીછો કરીને આરોપીઓને પકડીને પોલીસ હવાલે કર્યા

કાર ચાલક ભાગવા જતા કાર પલટી: પોલીસ આવે ત્યાં સુધી ત્રણેય આરોપી પાસે ઉઠક- બેઠક પણ કરાવી

 

ઓલપાડના કરેલી ગામે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, સ્થાનિકોએ શંકાના આધારે કારનો પીછો કરતા કાર માંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો,પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

  અંગે મળતી વિગત મુજબ સુરત જીલ્લાના ઓલપાડના કારેલી થી કુડસદ જતા માર્ગ પર કરેલીના ખેડૂતોને છેલ્લા દિવસ થી એક વેગન આર કારની શંકાસ્પદ હિલચાલ નજરે આવી હતી,આજે  ફરી કાર દેખાતા ગ્રામજનોએ કારને રોકી પૂછપરછ કરતા કાર ચાલક ભાગવા જતા કાર પલટી ગઈ હતી. જોકે ગ્રામજનો કારને તપાસ કરતા કાર માંથી ૨૨ કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવતા ગ્રામજનોએ પહેલા સાયણ અને ત્યારબાદ કીમ પોલીસને જાણ કરી હતી,

પોલીસ આવે ત્યાં સુધી ગ્રામજનોએ સજાના ભાગ રૂપે ત્રણેય આરોપી પાસે ઉઠ્ક બેઠક પણ કરાવી હતી ,જોકે પોલીસે વધુ આકરી પૂછપરછ કરતા નજીકમાં એક સોસાયટીના ઘર માંથી વધુ કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ગાંજો ક્યાંથી લવામાં આવ્યો છે અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે એસ..જી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(12:40 am IST)