Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

આણંદ નજીક બોરીયાવીમાં પ્રાથમિક શાળાની દીવાલ પર બીભત્સ ચિત્રો-લખાણ લખનાર શખ્સને ઠપકો આપતા આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

આણંદ:નજીક આવેલા બોરીયાવી ગામની પ્રાથમિક શાળાની દીવાલ પર બિભત્સ ચિત્રો અને લખાણ લખનાર શખ્સને ઠપકો આપનાર આચાર્યને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લાં કેટલાક સમયથી બોરીયાવી ગામની પ્રાથમિક શાળાની દીવાલ પર કોઈ શખ્સ દ્વારા બિભત્સ ચિત્રો તેમજ લખાણ લખવામાં આવતું હતુ જેને લઈને સ્કૂલના પ્રિન્સિપાલ રીંકલબેન મનસુખભાઈ ઝાંઝરૂકિયા દ્વારા સ્ટાફના કર્મચારીઓ દ્વારા તપાસ કરાવતા શાળા છુટ્યા બાદ ગામમાં જ રહેતો જિજ્ઞેશભાઈ ઉર્ફે લંગો દિપકભાઈ રાવળ આ કૃત્ય કરતો હોવાનું ધ્યાન પર આવ્યું હતુ.

(5:42 pm IST)