Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કઠલાલ તાલુકાના સરાલી નજીક બાઈક પર જતા ત્રણ અજાણ્યા શખ્સોએ અન્ય બાઈક પર ચપ્પુથી હુમલો કરતા ગુનો દાખલ: કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

કઠલાલ: તાલુકાના સરાલી ગામ નજીકથી બાઈક લઈ પસાર થતાં અમદાવાદના ઈસમ પર સામેથી બાઈક પર આવતાં અજાણ્યાં ત્રણ યુવકોએ ચાલુ બાઈકે ચપ્પાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે કઠલાલ પોલીસે ફરીયાદ લઈ અજાણ્યાં ત્રણ યુવકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં રહેતાં જયેશભાઈ ભરતભાઈ પ્રજાપતિ કડિયાકામની મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અને હાલમાં તેઓ અમદાવાદમાં રહેતાં નિલેશભાઈ દતારામની કઠલાલ તાલુકાના પીઠાઈ ગામે ચાલતી સાઈટ ઉપર આરસીસી ટાંકીઓ બનાવવાનું કામ ૩.૫૦ લાખના લેબરથી રાખેલ છે. ગતરોજ તેઓ બપોરના સમયે અમદાવાદથી બાઈક લઈ નીકળી પીઠાઈ ગામે ચાલતી સાઈટ પર આવતાં હતાં. તેઓ કઠલાલ તાલુકાના સરાલી ગામ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે સામેથી આશરે ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યાં યુવકો બાઈક પર બેસી આવતાં હતાં. જેના ચાલકે તેમનું બાઈક જયેશભાઈના બાઈક નજીક લઈ ગયાં હતાં. અને તેમના બાઈક પર પાછળ બેઠેલા બે યુવકોએ હાથમાના ચપ્પા વડે જયેશભાઈ પર હુમલો કર્યો હતો. જયેશભાઈના હાથ અને સાથળ પર ચપ્પાના ઉપરાં ઉપરી પ્રહાર કરી ઈજા પહોંચાડી ત્રણેય યુવકો પોતાનું બાઈક લઈ ત્યાંથી ભાગી છુટ્યાં હતાં.

(5:42 pm IST)