Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કઠલાલ-કપડવંજ રોડ પર બેન્સામાં દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી: 2.97 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી

કઠલાલ: શહેરમાં કપડવંજ રોડ પર આવેલ જોગમૈયા એન્ટરપ્રાઈઝ બેન્સામાં બુધાભાઈ ભલાભાઈ સોલંકી અને તેમના બે પુત્રો દારૂની ગાડીનું કટિંગ કરાવતાં હોવાની માહિતી કઠલાલ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જ્યાં સ્થળ પર એક સફેદ કલરની ફોર્ડ ફિગો ગાડી નં. જીજે-૦૧, આરવી-૨૬૦૪ તેમજ બીજી સિલ્વર કલરની હ્યુન્ડાઈ આઈ ૨૦ ગાડી ન.ં જીજે-૦૧, કેડી-૯૨૨૩ પાર્ક કરેલી જોવા મળી હતી. પોલીસે ફોર્ડ ફિગો ગાડી ખોલી તેમાં તલાશી લેતાં તેમાંથી તેમાંથી વિદેશી દારૂની ૧૫ પેટીઓ મળી આવી હતી. તેમજ હ્યુન્ડાઈ આઈ૨૦ ગાડીની તલાશી લેતાં તેમાંથી ૪૦ પેટી વિદેશી દારૂની મળી આવી હતી. ગાડી નજીક કોઈ વ્યક્તિ હાજર ન હતી તેમજ બેન્સાની ઓફિસમાં તાળુ મારેલ હતું. જેથી પોલીસે ગાડીઓમાંથી મળી આવેલ મોબાઈલ તેમજ ગાડીના આરસી બુક, પીયુસી સર્ટીફિકેટ સહિતના જરૂરી કાગળો તેમજ અન્ય પુરાવા જપ્ત કર્યાં હતાં. જે બાદ વધુ તપાસ માટે પોલીસે જોગમૈયા એન્ટરપ્રાઈઝની નજીક આવેલ બુધાભાઈ સોલંકીના ઘર આગળ પહોચ્યાં હતાં. જ્યાં ઘર બહાર પડેલા એક સુઝુકી એક્સેસ ટુવ્હીલર નં. જીજ-૨૭, એજી-૨૬૨૬ની સીટ અને સ્ટેયરીંગ વચ્ચેની ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂની બે પેટીઓ મળી આવી હતી. જે બાદ પોલીસે બુધાભાઈના ઘરમાં તપાસ કરવા પહોંચી હતી. અને ઘરમાં તલાશી લેતાં તેમના ઘરમાં સંતાડેલી વિદેશી દારૂની પાંચ પેટીઓ મળી આવી હતી. પોલીસે ઘરમાં હાજર બુધાભાઈ સોલંકીના પત્નિ લીલાબેનને આ દારૂ ક્યાંથી લાવ્યાં બાબતની પૂછપરછ કરી હતી. જેમાં લીલાબેને જણાવ્યું હતુ કે મારા પતિ બુધાભાઈ તેમજ પુત્ર રાજુભાઈ અને હસમુખભાઈએ રાત્રિના સમયે બાજુના બેન્સામાં દારૂ ઉતરાવ્યો હતો. જેમાંથી પાંચ પેટી ઘરમાં લાવ્યાં હોવાનું જણાવ્યું હતું. ઘરમાંથી દારૂ મળી આવતાં પોલીસે લીલાબેન બુધાભાઈ સોલંકીની ધરપકડ કરી હતી.

(5:41 pm IST)