Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

H.S.R.P. પ્લેટ માટે નિયત દર સિવાઇ વધારાનું કંઇ ન ચુકવતા

ગાંધીનગર, તા. ૧૮ :  જુના વાહનોમાં એચએસઆરપી પ્લેટ ફીટીંગ કરાવવા માટે સરકારશ્રી દ્વારા ૦૧ માસની મુદત વધારવામાં આવેલ છે. અને જેની અંતિમ તા. ૧૬-૧૦-ર૦૧૯ છે. વાહનવ્યવહાર કમિશન કચેરી દ્વારા રાજયની તમામ આરટીઓ કચેરીએ એચએસઆરપીના સ્થાનિક પ્રતિનિધિના સંકલનમાં રહીને તેઓના કાર્યક્ષેત્રમાં સ્થિત વિવિધ રહેણાંક વિસ્તારો/ સોસાયટીઓ/ એપાર્ટમેન્ટો (રેસીડેન્ટ વેલ્ફેર એસોસીયેશન) વિગેરેનાં સંચાલકોનો સંપર્ક કરી મોટી સંખ્યામાં જુના વાહનોમાં એચએસઆરપીનું ફીટ મેન્ટ થાય તે માટે ખાસ સુચના આપવામાં આવેલ છે. સદરહું કામગીરી માટે સરકાર દ્વારા નિયત કરેલ ફકત આરટીઓ/એઆરટીઓ કચેરી ખાતે લેવાતા નિયત દર સિવાય કોઇપણ વધારાના નાણા જેમ કે સર્વિસ ચાર્જ, સર્વિસ ટેક્ષ વગેરેના નામે ચુકવવાના નથી. તેમ વાહન વ્યવહાર કમિશ્નર કચેરીના ખાસ ફરજ પરના અધિકારી જણાવે છે.

(3:10 pm IST)