Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

બારડોલીના બહુચર્ચિત સાગી લાકડા તોડ પ્રકરણમાં સૂત્રધાર ધર્મેશ મૈસુરિયાં ઝડપાયો

ધર્મેશ મૈસુરિયા અને અમિત શર્માની પૂછતાછ માં અનેક મોટા ધડાકા થવાની શકયતા

 

સુરત જિલ્લાના બારડોલીના બહુચર્ચિત  સાગી લાકડા તોડ પ્રકરણમાં પોલીસ તપાસ બાદ ડીવાયએસપી રૂપલ સોલંકીએ ગુનામાં સંડોવાયેલા ધર્મેશ મૈસુરિયાની ધરપકડ કરી છે

  દિપક મહાલે ધર્મેશ મૈસુરિયા ઉપરાંત અમિત શર્મા ઉર્ફે સરદારની પૂછતાછ અને તેમના કોલ ડેટાની એનાલિસિસ બાદ અનેક ફંટરો અને પોલીસ કર્મચારીઓની સંડોવણી બહાર આવે તેમ છે.

   હાલમાં ડીવાયએસપી રૂપલ સોલંકીએ જે જગ્યાએથી સાગી લાકડાનો જથ્થો ભરાયો હતો તે જગ્યાએ આરોપી અમિત શર્મા સાથે રાખી તપાસ શરૂ કરી છે. જો ગુનાની ઊંડાણ પૂર્વક તપાસ થાય તો તાપી જિલ્લા વન વિભાગ અને પોલીસ કર્મચારીઓ સુધી રેલો પહોંચવાની શક્યતા નકારી શકાય તેમ નથી

  . ઉપરાંત ધર્મેશ મૈસુરિયા તેમજ અમિત શર્મા ની પોલીસ પૂછતાછ માં અનેક મોટા ધડાકા થાય તેવી શકયતા છે તપાસ નો રેલો સ્ટેટમોનિટેરિંગ સેલ ના કર્મચારી થી લઈ અનેક ફંટરો ના પગ નીચે  રેલો આવશે એમાં બે મત નથી

(11:59 pm IST)