Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ડેન્ગ્યુનો કહેર વધતા આરોગ્યની 31 ટીમો કડી પંથકમાં પહોંચી

ડેન્ગ્યુના 172 કેસો સરકારી ચોપડામાં નોંધાયા: 24 કલાકમાં વધુ 15 કેસ થતા હાહાકાર

 

કડી પંથકમાં ડેન્ગ્યુ સહિત બીજી બીમારીઓના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના બીજા 15 કેસ નોંધાતા પંથકમાં હાહાકાર મચી ગયો છે.કડી શહેરમાં ડેન્ગ્યુએ માથું ઉચકતાં કડી શહેર સહિત પંથકમાં આરોગ્યની 31 ટીમો પહોંચી છે

 આજે સાંજ સુધીમાં ડેન્ગ્યુના 172 કેસો સરકારી ચોપડામાં નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરવા છતાં ડેન્ગ્યુ સહિતના કેસોમાં દિવસે દિવસે વધારો જોવા મળતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. કડી શહેર સહિત આજુબાજુના વિસ્તારોને એક અઠવાડીયાથી ડેન્ગ્યુ અને રોગચાળાએ દેખા દેતાં આરોગ્ય વિભાગ અને કડી પાલિકા ઘોરનિંદ્રામાંથી જાગ્યા છે

  કડીના સુજાતપુરા રોડ, કરણપુર, નાની કડી ,કરણનગર રોડ સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં માંદગી ઘર કરી બેઠી છે. શહેરમાં તંત્રના ચોપડે અત્યાર સુધી ડેન્ગ્યુના 157 કેસો નોંધાયેલ હતા. પરંતુ પાલિકા અને આરોગ્ય વિભાગની કામગીરી બાદ પણ 24 કલાકમાં બીજા 15 કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે.

(10:47 pm IST)