Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમદાવાદમાં નવા ટ્રાફિકના નિયમો સામે એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ

અમદાવાદ : રાજ્યમા સોમવારથી નવા ટ્રાફીકના નિયમો અમલી બન્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ નોંધાવાઇ રહ્યો છે. એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ચાર રસ્તા પાસે વિરોધ નોધાવવામાં આવ્યો હતો. નવા ટ્રાફીકના નિયમો અમલી બન્યા છે ત્યારે યુથ કોગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા હેલ્મેટ પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.

  એનએસયુઆઇએ આક્ષેપ કર્યો કે તંત્ર દ્વારા પહેલા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર પુરૂ પાડવામાં આવે. ત્યાર પછી જ નિયમો દાખલ કરવા જોઇએ. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં દંડની રકમમાં ઘટાડો કરવા છતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(7:57 pm IST)