Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વિધાનસભામાં અટલજીને શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ વેળાએ ભાજપના ધારાસભ્યં જગદીશ પંચાલ ઊંઘતા દેખાયા

અમદાવાદ ;ગુજરાત વિધાનસભામાં એક તરફ દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હતી. શોક દર્શક ઉલ્લેખ પ્રસ્તાવ રજૂ થતો હતો તે દરમિયાન ભાજપના ધારાસભ્ય ઉંઘ લેતા નજરે પડ્યા હતા.

 અમદાવાદના ધારાસભ્ય જગદીશ પંચાલ ઉંઘતા નજરે પડ્યા હતા. જે સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ગૃહમાં વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હતા તે સમયે ભાજપના જ ધારાસભ્ય મીઠી નિંદર માણતા નજરે પડ્યા હતા.

(5:44 pm IST)