Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ખેડૂતોના પ્રશ્ને ધારાસભા ઘેરાવમાં રાજકોટના કોંગ્રેસીઓ ઉમટયા

રાજકોટ,તા.૧૮:  રાજ્ય વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક છે. રાજ્યભરના હજારો ખેડૂતોને ગાંધીનગરમાં એકત્ર કરી વિધાનસભાને ઘેરાવ કરવાનો કાર્યક્રમ કોંગ્રેસે જાહેર કર્યો છે.જેમાં રાજકોટ કોંગ્રેસનાં આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે.

ગુજરાત વિધાનસભાના ઘેરાવના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે. જેમાં શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત, પ્રદિપભાઇ ત્રીવેદી, અશોકભાઇ ડાંગર, વશરામભાઇ સાગઠીયા, પૂર્વ વિરોધ પક્ષના નેતા-કોર્પોરેટર સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા,  લીગલ સેલ ચેરમેન અશોકસિંહ વાઘેલા ,કેતનભાઇ ઢોલરીયા, મનસુખભાઇ કાલરીયા, કનકસિંહ જાડેજા, સંજયભાઇ સખીયા, પ્રભાતભાઇ ડાંગર,  સંજયભાઇ અજુડીયા, વિજયભાઇ વાંક, રેખાબેન ગજેરા, ઘનશ્યામસિંહ એન. જાડેજા, હિરલબા રાઠોડ, મનીષાબા વાલા, જાગૃતિબેન ડાંગર, ભાનુબેન સોરાની, જગદીશભાઇ સખીયા,ઉવર્શીબા કે. જાડેજા, વલ્લભભાઇ પરસાના, રસીલાબેન એસ. ગરૈયા, ધર્ર્મીષ્ઠાબા એમ.જાડેજા, મયુરસિંંહ એસ. જાડેજા, પરેશ હરસોડા, જયંતીભાઇ બુટાણી, ઘનશ્યામસિંહ એ.જાડેજા, રાજેશ આમરાણીયા, ડો. રાજેશ ત્રિવેદી, રવજીભાઇ ખીમસુરીયા, ધીરજભાઇ મુંગરા, જયપાલસિંહ રાઠોડ, દિનેશ ચોવટીયા, રણજીત પરમાર, યોગેશ પટેલ, જસવંતસિંહ ભટ્ટી, સીમ્મીબેન જાદવ, રાજદિપસિંહ મુકેશ ચાવડા, કિશોરભાઇ સગપરીયા, ભરતભાઇ સરધારા, ડો. હેમાંગભાઇ વસાવડા, મીતુલ દોંગા, મુકંુદ ટાંક, મનસુખભાઇ વાલા, રમેશ ભારાઇ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(4:00 pm IST)