Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

રાજ્યના 20 તાલુકાઓમાં અડધાથી અઢી ઇંચ વરસાદ

વાપી અને કામરેજમાં સવા બે ઇંચ, પારડી અને આહવામાં 2-2 ઇંચ અને સંખેડા, ફતેપુરા અને ઉમરપાડામાં એક-એક ઇંચ વરસાદ

અમદાવાદ :આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં રાજ્યના 4 તાલુકાઓમાં 2 થી સવા બે ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વાપી અને કામરેજમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 20 તાલુકાઓમાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ પારડી અને આહવામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સંખેડા, ફતેપુરા અને ઉમરપાડામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે

(8:04 pm IST)