Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

અમદાવાદ મનપાનું આરોગ્ય તંત્ર એક્શનમાં : 1200 એકમોને નોટિસ :31 લાખ દંડ વસુલાયો

કોર્પોરેશને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા હેલ્થ મલેરિયા વિભાગે 7 ઝોનમાં કરેલી કાર્યવાહી

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળાને અટકાવવા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ 1200 જેટલા એકમોને નોટિસ આપી 31 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. જેમાં ચોમાસુ આવતા મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો ફેલાય છે. જ્યારે કોર્પોરેશનની કામગીરી હોવા છતાં પણ રોગચાળો યથાવત રહેતા તંત્ર સાથે લોકોની ચિંતા વધી છે.

જેમાં શહેરમાં સ્વચ્છ ગણાતા એવા પશ્ચિમ વિસ્તારમાં રોગચાળો વધુ નોંધાયો છે. જ્યારે શહેરના મધ્ય ઝોન શાહપુર. દુધેશ્વર. દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા સહિત ચાલી ધરાવતા વિસ્તારમાં કેસ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ દરમ્યાન કોર્પોરેશને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા હેલ્થ મલેરિયા વિભાગે 7 ઝોનમાં કરેલી કાર્યવાહી કરી 2300 ઉપર વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી 1200 જેટલાને નોટિસ આપી છે. તેમજ 31 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે મચ્છર નિયંત્રણ માટે 3 લાખ ઉપર ઘરમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. જોકે તેમ છતાં રોગચાળો હજુ નિયંત્રણમાં નથી.

 

મચ્છર જન્ય રોગચાળાના કેસ જોઈએ તો મલેરિયાના 2019માં 4102. 2020માં 618 અને 2021માં અત્યાર સુધી 278 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 60 કેસ નોંધાયા.

ઝેરી મલેરિયાના 2019માં 204. 2020માં 64 અને 2021માં અત્યાર સુધી 15 કેસ નોંધાયા. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 3 કેસ નોંધાયા.

(6:54 pm IST)