Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

સુરત:સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાથી સાજા થયા બાદ માનસિક તાણ અનુભવતી માહીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત : સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં જલવન્ત ટાઉનશીપમાં રહેતી 34 વર્ષીય પુજા વિનિત મંત્રીએ સોમવારે સાંજે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.પોલીસે કહ્યુ કે પુજા મુળ રાજસ્થાનની વતની હતી.તેનો પતિ બેંગ્લોર ખાતે કંપનીમાં એન્જીનીયર છે. તેથી તે પતિ અને  એક સંતાન સાથે ત્યાં રહેતી હતી. બે માસ પહેલા કોરોનાની ઝપેટમાં આવ્યા બાદમાં તેને એસ.સી.ડી.ટીની તકલીફ શરૃ થઇ હતી.આવા સંજોગોમાં તે માનસિક તાણ અનુભતી હતી. તે દરમિયાન અઠવાડીયા પહેલા વરાછા ખાતે પિયર આવી હતી. બાદમાં તેણે આ પગલુ ભર્યુ હતુ. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ઘરી છે.

બીજા બનાવમાં જહાંગીરપુરામાં સાંઇ પુજન એપાર્ટમેન્ટમાં રહેતા 32 વર્ષીય અરૃણ દેવરાજન રાજે સોમવારે રાતે જહાંગીરપુરામાં રામદેવ મંદિર પાસે કારીગરના રૃમમાં કોઇ કારણસર ટેન્શનમાં આવીને લોખંડના એંગલ સાથે કપડુ બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. તે  મુળ કેરળનો વતની હતો અને ડભોલી ખાતે પંકચરની દુકાન ધરાવતા હતા. તેના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમની પત્ની ૧૫ દિવસ પહેલા વતન ગઇ હતી.જહાંગીરપુરા પોલીસે તપાસ આદરી છે.

(6:11 pm IST)