Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

સુરત:વેસુ સહીત સરથાણામાં 12માં માળેથી નીચે પટકાતા બે યુવાનોના મોતથી અરેરાટી

સુરત: મુળ રાજસ્થાનના નાગોરનો વતની અને હાલમાં વડોદગામમાં રહેતો 23 વર્ષીય સુરેશ નરસીભાઇ મેધવાલ સોમવારે સાંજે વેસુ ખાતે  રઘુવીર મોલ પાસે નવી બંધાતી બિલ્ડીંગના ચોથા માળે  કડીયા કામ કરતી વખતે નીચે કચરો નાંખવા જતા પટકાયો હતો.  ખાનગી હોસ્પિટલમાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ઘરી છે.

બીજી ઘટનામાં મુળ મધ્યપ્રદેશના જાંબુવાનો વતની અને હાલમાં સરથાણાના વ્રજ એન્ટોવીયા ટાવરમાં સાઇડ પર  રહેતો અને ત્યાં કામ કરતો 23 વર્ષીય પરમુ  અનુ હુવર ગત તા.15મી રાતે  કામ કરતી વેળા12માં માળેથી નીચે પટકાતા તેનું મોત થયુ હતુ. આ અંગે સરથાણા પોલીસે તપાસ આદરી છે.

 

(6:10 pm IST)