Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

કોવિડ-૧૯ અન્વયે હોટલ-સીનેમા ઘરો-જીમનેશીયમ સહિતના સંકૂલોને પ્રોપર્ટી ટેકસમાં રાહત જાહેર

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમીટીની બેઠકમાં સરાહનીય વિચારને સહમતિ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૮: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કોર કમિટીની બેઠકમાં કોવિડ-૧૯ અન્વયે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટલ, રીસોર્ટસ, રેસ્ટોરન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક-વોટર પાર્કસ, સિનેમાઘરો, મલ્ટીપ્લેકસ અને જીમ્નેશીયમને તા. ૧-૪-ર૦ર૧ થી તા. ૩૧-૩-ર૦રર સુધી એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્ષમાંથી મુકિત આપવા બાબતે થયેલ નિર્ણય અન્વયે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૧) થી  (૯) મુજબ રાજયની મહાનગરપાલિકાઓ અને કમિશ્નરશ્રી, મ્યુનિસિપલ એડમીનીસ્ટ્રેશન પાસેથી હોટલ રીસોર્ટસ, રેસ્ટોન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્કસ, સિનેમાઘરો, મલ્ટીપ્લેકસ અને જીમ્નેશીયમની પ્રોપર્ટી ટેકસની વિગતો મેળવેલ જે મુજબ તા. ૦૧.૦૪.ર૦ર૧ થી તા. ૩૧.૦૩.ર૦રર સુધીમાં મહાનગરપાલિકાઓ માટે રૂ. ૭૭.૭૧૮ કરોડ અને નગરપાલિકાઓ માટે રૂ. ૮.૦૮૦ કરોડ એમ કુલ રૂ. ૮પ.૭૯૮ કરોડ પ્રોપર્ટી ટેકસમાં રાહત આપવાની અને તેટલી રકમ મહાનગરપાલિકાઓને અને નગરપાલિકાઓને પરત આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

પુખ્ત વિચારણાના અંતે રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને તા. ૦૧.૦૪.ર૦ર૧ થી તા. ૩૧.૦૩.ર૦રર સુધી હોટલ, રીસોર્ટસ, રેસ્ટોરન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્કસ, સિનેમા ઘરો, મલ્ટીપ્લેકસ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેકસમાં મુકિત આપવામાં આવેલ છે. જે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને કુલ રૂ. ૮પ,૭૯૮ કરોડની આવક ઓછી થતા તેટલી રકમ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને ફાળવવા સહાય/ગ્રાન્ટ તરીકે એટલે કે, મહાનગરપાલિકાઓ માટે રૂ. ૭૭.૭૧૮ કરોડ અને નગરપાલિકાઓ માટે રૂ. ૮.૦૮૦ કરોડ એમ કુલ રૂ. ૮પ,૭૯૮ કરોડ મંજુર કરવામાં આવેલ. 

(2:53 pm IST)