Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

તાપી- નિઝર કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ : મોડીસાંજે બે કલાકમાં બે ઇંચ ખાબક્યો

બહુરૂપા ગામના કેટલાક ઘરોમાં પાણી ઘુસ્યા: વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કેટલાક ઘરોમાં પાણી પ્રવેશ્યા

તાપી- નિઝર કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંજે 6 થી 8 દરમ્યાન 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો માં આનંદ ની લાગણી ફેલાઇ. લાંબા વિરામ બાદ પડેલા વરસાદ ના કારણે કુકરમુંડા તાલુકાના બહુરૂપા ગામના કેટલાક ઘરો માં પાણી ઘુસ્યા છે . વરસાદી પાણી નો નિકાલ નહીં થતા કેટલાક ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા.

 
(12:38 am IST)