Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

ધાનેરાના આલવાડાના ડે ,સરપંચ પર જીવલેણ હુમલો

વારંવાર સિમેન્ટની બોરીઓ ચોરી થતા પૂછવા જતા પારસમલે હુમલો કર્યો

ધાનેરા તાલુકાના આલવાડા ગામના ડેપ્યુટી સરપંચ સોમાભાઈ માળી પર ગામના જ એક શખ્શે હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજા થતા ડેપ્યુટી સરપંચને સારવાર માટે તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.

  ડેપ્યુટી સરપંચનું કહેવું છે કે, ગામમાં પારસમલ શાહની દુકાન આગળ પંચાયતનું કામ ચાલતું હતું ત્યારે વારંવાર સિમેન્ટની બોરીઓની ચોરીઓની ઘટના બનતાં પુછવા જતાં પારસમલ ઉશ્કેરાઈ મારાં પર હુમલો કરી દુકાનમાં ખેંચીને મારવા લાગેલ ઘટના બનતાં ગામના લોકોએ મને છોડાવ્યો હતો.

  હાલમાં ડેપ્યુટી સરપંચની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જોકે ગામના ઈસમ દ્વારા ડેપ્યુટી સરપંચને પર હુમલો કરી માર મરાતાં ગામમાં મામલો ટોક ઓફ ટાઉન બન્યો હતો ઈજગ્રસ્ત ડે. સરપંચે ધાનેરા પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

(11:38 pm IST)
  • આંધ્રપ્રદેશમાં પુરમાં ડૂબી શકે છે ચંદ્રબાબુનું ઘર :તંત્રએ ખાલી કરવા નોટિસ ફટકારી :આધ્રપ્રદેશના અધિકારીઓએ પૂરની ભયંકર સ્થિતિને લઇને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુને કૃષ્ણા નદી કિનારાના ઘરને ખાલી કરવા નોટિસ મોકલી access_time 12:51 am IST

  • લાલુપ્રસાદ યાદવ આર્થારાઇટિસથી પીડિત :આરજેડીના અધ્યક્ષ લાલુયાદવની તબિયત લથડી : આર્થારાઇટિસની પીડિત હોવાને કારણે હાલવા ચાલવામાં તકલીફ ;રાંચી સ્થિત રિમ્સના ડોક્ટરોએ આ અંગે જાણકારી આપી access_time 1:02 am IST

  • હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોના જવાબમાં ચીન સમર્થક પ્રદર્શકારીઓની રેલી ;હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક કાર્યકરો દ્વારા ફરીવાર મોટી માર્ચનું કરશે આયોજન access_time 12:58 am IST