Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

રાજ્યમાં સરેરાશ 88,38 ટકા વરસાદ :મોટાભાગના જળાશયો છલકાયા

મહેસાણાના વડનગર,ભાવનગરના જેસર અમદાવાદના માંડલ અને વિરમગામમાં સરેરાશ વરસાદ ઓછો

અમદાવાદ;રાજ્યમાં છેલ્લા કેટલાય ડિવોથી વરસાદી માહોલ જોવાયો હતો એક પછી એક સિસ્ટમ ગુજરાત પર આવતા ઓગસ્ટમાં સારો વરસાદ થયો અને છેલ્લે એક સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો હતો . જુલાઈ મહિનામાં વરસાદ ખેચાવવાના કારણે વરસાદની ઘટ વધી હતી પરંતુ ઑગસ્ટ મહિનામાં સારી અને મજબૂત સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદ થયો અને ગુજરાતના મોટા ભાગના જળાછયો છલકાયા હતા
, ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 88.38 ટકા વરસાદ નોંધાયો છે તેમ છતાં પણ અમુક તાલુકામાં હજુ પણ વરસાદની ઘટ છે. મહેસાણા જિલ્લાના વડનગરમાં અત્યાર સુધી માત્ર 36 ટકા વરસાદ જ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના જેસરમાં 29 ટકા અને અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકમાં 31 ટકા, વિરમગામ તાલુકામાં 34 ટકા વરસાદ નોંધાયો છે.
    દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 104 ટકા વરસાદ,સૌરાષ્ટ્રમા અત્યાર સુધી સરેરાશ 77.28 ટકા વરસાદ,પૂર્વ મધ્ય ગુજરાતમાં અત્યાર સુધી 83 ટકા વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 67 ટકા વરસાદ અને કચ્છમાં અત્યાર સુધીનો 102 ટકા વરસાદ નોંધાયો છે.

(7:11 pm IST)