Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

મહેસાણા-ઉંઝા હાઇવે ઉપર મોટીદાઉમાં જમીનનું ખોટુ કુલમુખત્યારનામુ બનાવીને જમીન વેંચી દેતા પોલીસ ફરિયાદ

મહેસાણા: મહેસાણા નજીક છેતરપિંડી આચરી અને કાવતરૂ રચી જમીન પડાવી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઊંઝા હાઈવે પર કરોડોની જમીનના ભાવ હોઈ ખોટું કુલમુખત્યારનામું બનાવી જમીન વેચાણ લીધી હોવાનું બહાર આવતા ફરિયાદ થઈ છે. ભાન્ડુના પટેલની મોટીદાઉમાં આવેલી ખેતીલાયક જમીન વાલમના ઈસમોએ બનાવટી કાગળો દ્વારા પચાવી પાડતા ખળભળાટ મચી ગયો છે.

મહેસાણાથી ઊંઝા જતા હાઈવે પર મોટીદાઉમાં આવેલી જમીનમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે દાખલ થઈ છે. મુળ ભાન્ડુ વચલી પાટીના પટેલ કીરીટ બબાભાઇ મુળચંદભાઇની જમીન મોટીદાઉ ગામે આવેલી છે. જેમાં ખોટું કુલમુખત્યારનામું બનાવડાવી જમીન વેચાણ રાખી આરોપીઓ () પટેલ જયંતીભાઇ બાબુભાઇ () બારોટ મણીબેન અમથાભાઇ વાલજીભાઇ () દેસાઇ મહેશભાઇ સોમાભાઇ તમામ રહે. વાલમ, તા વિસનગરવાળાઓએ ખોટા નામે સાક્ષી તરીકે સહી કરી વિશ્વાસઘાત આચરી જમીન વેચાણ લઇ લેતા ચકચાર મચી ગઈ છે.

સમગ્ર મામલે ફરિયાદીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરુ અને છેતરપિંડીની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે દાખલ કરાવતા તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(4:57 pm IST)