Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ મામલે હાઇકોર્ટના નિવૃત જજ હેઠળ ન્યાયિક પંચ રચાશે :મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં મગફળીના ગોડાઉનોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે હાઇકોર્ટના નિવૃત જજ એચ.કે.રાઠોડનું કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ ન્યાયિક તપાસ પંચ રચવાની જાહેરાત કરી છે

  આ અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગોંડલ, શાપર(વેરાવળ), હાપા(જામનગર), ગાંધીધામ(કચ્છ) એમ ચારેક ગોડાઉનમાં મગફળીના જથ્થામાં લાગેલી આગ અંગે સરકારે શરૂઆતથી જ સી.આઇ.ડી. ક્રાઇમને તપાસ સોપી હતી અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીને પણ આ તપાસમાં જોડી હતી. આ તપાસ પ્રક્રિયા ચાલુ છે અને રાજય સરકાર કોઇપણ દોષિતને છોડવાની નથી.

  સીએમ વિજયભાઇ રૂપાણીએ મગફળી ગોડાઉનમાં લાગેલી આગના બનાવના કારણો અને જવાબદારોને શોધી કાઢવા કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ હાઇકોર્ટના નિવૃત જજનું એક ન્યાયિક તપાસ પંચ રચવાનો નિર્ણય કર્યો છે. આ પંચ ઝડપથી પોતાની નિષ્પક્ષ તપાસ પૂર્ણ કરીને અહેવાલ રજૂ કરશે. 

(10:20 pm IST)