Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સુરતનાં રાંદેર અને વેડ રોડ વિસ્તારને શહેર સાથે જોડતો કોઝવે ફરીથી બંધ કરાયો

સુરતનાં રાંદેર અને વેડ રોડ વિસ્તારને શહેર સાથે જોડતો કોઝવે હાલમાં તંત્ર દ્વારા અવર જવર માટે બંધ કરી દેવાયો છે. જાણવા મળતી વિગતો મુજબ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પાણીની આવક વધી છે. જેના પગલે કોઝવે ઉપરથી પાણી વહી રહ્યા છે. જેથી રાંદેર અને વેદરોડને જોડતા આ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. પાણીનો પ્રવાહ ઓછો થતાં તેને ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

(6:47 pm IST)