Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

જાંબુસરથી ભરૂચ જતી મારૂતીવાનમાં અચાનક આગ ભભૂકી ;છ મુસાફરોનો આબાદ બચાવ

મઘણાદગામ પાસે આવેલ સનદિયા હોટલ નજીક એકાએક આગ લગતા અફરાતફરી

જંબુસરથી ભરૂચ તરફ જઇ રહેલી મારૂતીવાન મઘણાદગામ પાસે આવેલ સનદિયા હોટલ નજીક એકાએક મારૂતીવાનમાં આગ ભભૂકી ઉઠતા મારૂતિ વાનમાં સવાર છ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

    આ ઘટનાની જાણ જંબુસર પોલીસ સ્ટેશનને થતાં જંબુસર પોલીસ સ્ટેશનના પીએસઆઇ બારિયા સાહેબ તેમજ સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલીક દોડી આવ્યા હતા.આ સમગ્ર મામલાની જાણ જંબુસર ફાયર બ્રિગેડને કરતા જંબુસર નગરપાલિકાના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી આગને કાબૂમાં લીધી હતી. જો કે, સમગ્ર બનાવમાં કોઈ જાનહાની બનવા પામી ન હતી પણ મારૂતિવાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ જરૂર સર્જાયો હતો.

(6:33 pm IST)