Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ગાંધીનગર ઇન્ફોસીટીએ શ્રાવણીયો જુગાર રમતા 9 બુકીને રંગે હાથે દબોચ્યા

ગાંધીનગર;જિલ્લામાં શ્રાવણ મહિનો શરૃ થતાંની સાથે પોલીસ અને જુગારીઓ બન્ને સક્રિય થયા છે. જો કે પોલીસ જુગારીઓને પકડી તોડ કરવામાં વધુ ઉત્સાહ દાખવે છે. શહેર નજીક કુડાસણમાં દરોડો પાડી ઈન્ફોસીટી પોલીસે નવ જુગારીઓને પકડયા અને ત્રણને જવા દેવા અને વાહનો નહીં બતાવવા અઢી લાખનો તોડ કર્યાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહયું છે.         

શહેર નજીક આવેલા કુડાસણ ગામની પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી વાડીભાઈ પટેલની વાડીમાં ખુલ્લી ઓસરીમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી ઈન્ફોસીટીના પીએસઆઈ .બી.પઢેરીયા અને ટીમને મળતાં દરોડો પાડયો હતો

જેમાં હાર્દિક નંદુભાઈ પટેલ (ચકલાવાળો વાસ કુડાસણ), સંદીપ રાજુભાઈ પટેલ(કુડાસણ), કમલેશ ભુપતભાઈ હપાણી (કુડાસણ), વિષ્ણુ ભીખાભાઈ પ્રજાપતિ (પ્રજાપતિવાસ), નિકુલ સુરેશભાઈ પ્રજાપતિ, પ્રિતેશ જયંતિભાઈ પ્રજાપતિ (પ્રજાપતિવાસ કુડાસણ)ને જુગાર રમતાં ઝડપી પાડયા હતા અને તેની પાસેથી રોકડ ૧૯૧૬૦ તથા જુગારના દાવ ઉપરના ૬૩૫૦ મળી કુલ ૨૫૫૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

 

(6:12 pm IST)