Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અમદાવાદના કાગડાપીઠામાં પોલીસે રેડ પાડી 19 જુગારીઓને દબોચ્યા

અમદાવાદ:શ્રાવણ માસ શરૃ થતા શહેરમાં ઠેરઠેર જુગાર રમાઈ રહ્યો છે. જેમાં કાગડાપીઠમાં ડીસીપીએ જુગારના એક અડ્ડા પર ફરીથી દરોડો પાડીને ૧૯ આરોપીને ઝડપી લીધા હતા. અગાઊ પાડેલી રેડ દરમિયાન એક પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવાયો હતો. પોલીસે શહેરમાં કુલ પાંચ ઠેકાણે દરોડા પાડીને સાત મહિલા સહિત ૪૭ આરોપીને ઝડપી લઈને ૧૦.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રથમ બનાવની વિગત મુજબ ઝોન- ના ડીસીપી સૌરભ તોલબીયાને માહિતી મળી હતી કે કાગડાપીઠમાં પઠાણની ચાલી ગુરૃકૃપા ઓટો કન્સલ્ટન્ટની ઊપર આવેલા એક મકાનમાં જુગાર રમાઈ રહ્યો છે. જેને આધારે તેમની ટીમે ૧૬ ઓગષ્ટના રોજ મોડી રાત્રે અહીં દરોડો પાડયો હતો. અહીંથી પોલીસે ૧૯ જુગારીઓને ઝડપી લીધા હતા. જોકે જુગારનો અડ્ડો ચલાવતો હરીશ જાટ ફરાર થઈ ગયો હતો. આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રકમ, સાત વાહનો અને ૨૨ મોબાઈલ મળીને રૃ. ,૮૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તોલબીયાના જણાવ્યા મુજબ અઠવાડીયા અગાઊ જગ્યાએ પોલીસે દરોડો પાડયો હતો. જેમાં હરીશ જાટ ઝડપાઈ ગયો હતો. જોકે તે જામીન પર છુટી ગયો હતો. બનાવમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.એલ.દેસાઈને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

(6:10 pm IST)