Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

નડિયાદના નાનાવગામાં શ્રાવણીયો જુગાર રમતા 6 ઈસમોને પોલીસે 93 હજારની માતા સાથે ઝડપ્યા

નડિયાદ:તાલુકાના નાનાવગા ગામ નજીક રમાતા શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડો પાડી જુગારીઓને રૂ.૯૩,૭૯૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ નાનાવગા ગામમાં રહેતાં ચંદુભાઈ રામાભાઈ સોઢાના ઘર પાસેની ખુલ્લી જગ્યામાં શ્રાવણીયો જુગાર રમાતો હોવાની માહિતી નડિયાદ રૂરલ પોલીસને મળી હતી. જેથી પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. પોલીસે ને પકડી પાડ્યાં છે. જેમાં ઉદેસિંહ ફતેસિંહ ડાભી, રમેશભાઈ રાવજીભાઈ સોઢા, દિનેશભાઈ સોઢા, અરવિંદભાઈ રામાભાઈ સોઢા, પ્રવિણભાઈ નાનભાઈ સોઢા અને વિક્રમભાઈ સોઢાનો સમાવેશ થાય છે. જ્યારે ચંદુભાઈ રામાભાઈ સોઢા, ગોપાલભાઈ વિક્રમભાઈ પરમાર અને વિજયભાઈ પ્રભાતભાઈ ભોજાણી નાસી છુટ્યાં હતાં. પોલીસે ૧૦,૩૯૦ રોકડાં, મોબાઈલ કિંમત ૮૪૦૦ અને ત્રણ મોટરસાઈકલ કિંમત ૭૫,૦૦૦ મળી કુલ ૯૩,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

 

(6:08 pm IST)