Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

અમદાવાદમાં મૃત ભૃણ કેસમાં સગીરા પર રેપ અને ગેરકાયદે પ્રસુતિ એમ વધુ બે ગુનાનો ભેદ ઉકેલાયો : ડૉકટરની ધરપકડ

ડો,આનંદે રૂ.15 હજાર લઈ પ્રસુતિ કરાવી : ભૃણ કચરા પેટી પાસે ફેંકી દીધું હતું : સગીર કિશોરીના પ્રેમી વિરુદ્ધ રેપ અને પોકસો કલમો હેઠળ ગુનો દાખલ

અમદાવાદ: મણિનગર પોલીસે આવકાર હોલ પાસેથી મળેલ મૃત બાળકના ભૃણના ગુના સાથે 15 વર્ષની કિશોરી પર રેપ અને ગેરકાયદે પ્રસુતિના વધુ બે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આરોપી ડોકટરની ધરપકડ કરી સગીર કિશોરીના પ્રેમી વિરુદ્ધ રેપ અને પોકસો કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આવકાર હોલ પાસે પોલીસને થોડા સમય પહેલા મૃત ભૃણ મળી આવ્યું હતું. દરમિયાન પોલીસને બાતમી મળી કે સફેદ હુંડાઈ સેન્ટ્રો કારના ચાલકે આ ભૃણ નાખ્યું હતું. પોલીસે કાર ચાલકને રોકી તપાસ કરતા તેને પોતાનું નામ ડૉ, ચેતન કાંતિલાલ શાહ જણાવ્યું હતું. આંનદ એપાર્ટમેન્ટ જગાભાઈ પાર્ક ખાતે રહેતાં ડૉ,ચેતન છેલ્લા 29 વર્ષથી વટવા જીઆઈડીસી કેડીલા ક્રોસિંગ પાસે કેવલ મેડીકેર સેન્ટર હોસ્પિટલ ચલાવે છે. ગત તા.6 જુલાઈના રોજ તેમની હોસ્પિટલમાં 15 વર્ષની કિશોરીને ચાર પાંચ માસનો ગર્ભ રહી જતા રૂ.15 હજાર લઈ પ્રસુતિ કરવી હતી. બાદમાં ડૉકટર આંનદએ એ મૃત ભૃણ બોક્સમાં મૂકી કારમાં ઘર તરફ આવવા નીકળ્યા હતાં. આવકાર હોલ પાસે કોઈ જોવે નહીં તે રીતે ભૃણ કચરા પેટી પાસે ફેંકી દીધું હતું. પોલીસે ડૉ.આંનદની કબુલાતને આધારે તેની સામે કાયદેસર કાર્યવાહી કરી તેઓની ધરપકડ કરી હતી.

પોલીસે આ મામલે સગીર કિશોરીના પ્રેમી સુનિલ રમેશ સરગરા વિરુદ્ધ પોકસો, રેપની કલમ સહીત ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી કિશોરીને એક વર્ષ દરમિયાન જુદી જુદી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હોવાનું ખુલ્યું હતુ.

(11:22 pm IST)