Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સોમવારથી માંડવી અને બારડોલીમાં કોવીડ સેન્ટર શરૂ કરાશે

માંડવી ખાતે 30 અને બારડોલી ખાતે 22 બેડની સગવડ: ઑક્સિજન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ

સુરત : માંડવી ખાતે 30 અને બારડોલી ખાતે 22 બેડની સગવડ કરવામાં આવી છે. જેમાં ઑક્સિજન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાય છે. આ બંને જગ્યાએ કોવિડ સેન્ટર શરૂ થવાથી આગામી દિવસમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ સુવિધા મળશે.જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર માહ્યાવંશીએ જણાવ્યુ હતું કે જિલ્લામાં બારડોલી અને માંડવીમાં સોમવારના રોજ કોવિડ -19 સેન્ટર શરૂ થઈ શકે છે. આ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. માંડવીમાં 30 અને બારડોલીમાં 22 બેડને મંજૂરી આપવામાં આવી છે.

માંડવી પોલીસ જે તે ગુનામાં સંડોવાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતાં પહેલા કોરોના ટેસ્ટ માટે રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે, પરંતુ તેનો રિપોર્ટ બે - ત્રણ દિવસ બાદ આવે છે. જેથી આરોપીને જેલમાં રાખવો પડે છે. કસ્ટડીમાં ઘણા આરોપી હોય છે. જો એક આરોપી પણ કોરોનાગ્રસ્ત હોય તો અન્ય કેદીઓને પણ ચેપ લાગવાનો ભય રહેલો છે, આથી તહોમતદારોની સલામતી માટે માંડવી રેફરલ હોસ્પિટલે તાકીદે કોરોના રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં આપી દેવો જોઈએ. જેથી આરોપીને કોર્ટમાં રજૂ કરી શકાય

(10:47 pm IST)