Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સુરતમાં કોરોનાના દર્દી સાથે અમાનવીય વ્યવહારથી રોષ

પાલિકાનાં લોકોએ મારી મમ્મીને રોડ પર ઉતારી દીધી : વૃદ્ધાને ઘરને બદલે કાપોદ્રા અધવચ્ચે ઉતારી દીધી હતી

સુરત, તા. ૧૮ : શહેરમાં કોરોના સંક્રમણનાં કેસ દિવસે ને દિવસે સતત વધતા જઈ રહ્યાં છે. ત્યારે મૃતકોની સંખ્યા પણ ધીરે-ધીરે વધી રહી છે. એવામાં સ્મશાનમાં પણ ડેડબોડીને લઇને લાંબી લાંબી કતારો લાગતી હોય છે. એવામાં સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. વૃદ્ધાને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપી કાપોદ્રા પોલીસ મથક પાસે ઉતારી પાલિકાની ટીમ જતી રહી હતી. બસમાં જગ્યા હોવાનું કારણ આપી વૃદ્ધાને ઘરને બદલે કાપોદ્રા રસ્તે અધવચ્ચે ઉતારી દીધી હતી. બાદમાં મહિલા ઘરે પહોંચ્યા બાદ ગણતરીનાં કલાકોમાં મહિલાનું મોત નિપજ્યું હતું. તમને જણાવી દઈએ કે મામલે મૃતક મહિલાનાં પુત્ર શૈલેશ ચોવટિયાએ જણાવ્યું કે, "સ્મીમેર હોસ્પિટલમાંથી ૧૭ જુલાઈનાં રોજ સાંજે .૦૦ વાગ્યે મારા પર ફોન આવ્યો હતો કે તમારા મમ્મીને ડિસ્ચાર્જ કરાયા છે.

          જેથી હું તેમની રાહ જોઈને અમારા ઘર પાસેનાં રોડ નજીક ઊભો હતો. પરંતુ .૦૦ વાગ્યે મને ફોન આવ્યો કે, તમારા મમ્મીને બંબાખાના પાસે આવીને લઈ જાઓ. હું મારી ગાડી લઈને ત્યાં પહોંચ્યો હતો. તો પાલિકાનાં લોકોએ મારી મમ્મીને રોડ પર બસમાંથી ઉતારી દીધી હતી. મારી મમ્મી ત્યાં સૂતી હતી. બાદમાં હું તેમને ઘરે લઈને આવ્યો. જ્યાર બાદ તરત સાડા .૦૦ થી .૦૦ વાગ્યાની વચ્ચે મારા મમ્મી મૃત્યુ પામ્યા હતાં. બાદમાં મારા ઘરમાં તેમનો મૃતદેહ ખુલ્લો પડી રહ્યો હતો. બાદમાં અંગે નંબર ૧૦૪ અને ૧૦૨ પર ફોન કરીને મે તાત્કાલિક જાણ કરી હતી. હોસ્પિટલ તરફથી મારા મમ્મીનાં ડિસ્ચાર્જ અંગે પણ અમને કોઈ કાગળો અપાયા હતાં." ઘટનાને લઈને અનેક સવાલો મનમાં ઊભા થાય છે કે શું કોરોના સંક્રમિત દર્દીને આવી રીતે અધવચ્ચેથી છોડી દેવા વ્યાજબી કહેવાય ? જે મહિલાનું આવી હાલતમાં મૃત્યુ થયુ તેનાં માટે આખરે જવાબદાર કોણ ? શું ગાઈડલાઈનમાં માનવતા નથી જોવામાં આવતી? શું સ્મીમેર જેવી અન્ય આવી કોઈહોસ્પિટલો હશે કે જ્યાં દર્દીઓ સાથે આવો વ્યવહાર થતો હોય?

(10:03 pm IST)