Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

કોરોનાના દર્દીઓને માનસિક તંદુરસ્ત રાખવા અનોખો પ્રયાસ

દાનમાં મળ્યાં હજારો પુસ્તકો : કોરોનાની મહામારીમાં સૌ કોઈ લોકો પોતાની રીતે કાર્ય કરી કોરોના પોઝિટિવ લોકોને મદદ કરી રહ્યા છે.

અમદાવાદ, તા. ૧૮ : અર્પણભાઈ નાયકને વિચાર આપ્યો કે કોવિડ હૉસ્પિટલમાં દર્દીઓને વાંચન માટે પુસ્તકો આપવા જોઈએ. જેથી પોતાની પાસે રહેલા ૨૫ પુસ્તકો હૉસ્પિટલમાં પહોંચાડયા. કોરોનાની મહામારીમાં સૌ કોઈ લોકો પોતાની રીતે કાર્ય કરી કોરોના પોઝિટિવ લોકોને મદદ કરી રહ્યા છે. ત્યારે સામાજિક કાર્યકર અર્પણભાઈ નાયક મેન્ટલ હૉસ્પિટલમાં માનસિક બીમાર લોકોની સેવા કરે છે. કોરોનાની મહામારીમાં લોકોની માનસિક સ્થિતિ સારી રહે તે માટેનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ડૉકટર દ્વારા દવા આપવામાં આવે છે. પરંતુ માનસિક રીતે તંદુરસ્ત રહે તે માટે શુ કરવું જોઈએ. ત્યારે અર્પણભાઈ નાયકને વિચાર આપ્યો કે કોવિડ હૉસ્પિટલમાં દર્દીઓને વાંચન માટે પુસ્તકો આપવા જોઈએ. જેથી પોતાની પાસે રહેલા ૨૫ પુસ્તકો હૉસ્પિટલમાં પહોંચાડયા. જે બાદ દર્દીઓએ પણ પુસ્તકો વાંચવાના શરૂ કર્યા. હૉસ્પિટલમાં પુસ્તક પહોંચાડવાના અભિયાન સાથે એક પછી એક લોકો જોડાયા અને લોકો અને સંસ્થા દ્વારા પુસ્તકો આપવાના શરૂ કર્યા.

         અર્પણભાઈ અને તેમની ટીમ દ્વારા હજાર પુસ્તકો એકઠા કરીને અમદાવાદ શહેરની અલગ અલગ હૉસ્પિટલમાં પહોંચાડવાનું શરૂ કર્યું. સામાજિક કાર્યકર અર્પણભાઈ નાયકે જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં હજાર જેટલા પુસ્તકો કોવિડ હૉસ્પિટલમાં પહોંચાડયા છે. સુરત, ગાંધીનગર, વડોદરાની હૉસ્પિટલમાં પુસ્તકો મોકલવા માટેની કાર્યવાહી કરી રહ્યા છે લોકો પણ પ્રેરણા લઈને પુસ્તકો દાન કરી રહ્યા છે. ધાર્મિક, સામાજિક, સફળ વ્યક્તિના જીવન ચરિત્ર, પ્રેરણાદાયક પુસ્તકો આપવામાં આવી રહ્યા છે. જેના કારણે કોવિડના દર્દીઓને મુશ્કેલીના સમયમાં પુસ્તકો સાચા મિત્ર બની રહ્યા છે. પુસ્તકો વાંચીને  લોકો માનસિક રીતે તંદુરસ્ત બની રહ્યા છે. અર્પણભાઈ નાયકના અભિયાનની પ્રેરણા લઈ પોસ્ટ વિભાગના કર્મચારી અલ્પેશભાઈ શાહ અને કૃણાલભાઈ વોરા પણ જોડાયા. પોતે પણ પુસ્તકનું દાન કર્યું અને બીજા લોકો પણ અભિયાનમાં જોડાય તે માટે પણ અપીલ કરી. ૧૨૦૦ બેડ સિવિલ હૉસ્પિટલ, gcrtc કેન્સર હૉસ્પિટલ, યુ. એન.મહેતા, કિડની હૉસ્પિટલ, વી.એસ. હૉસ્પિટલ, જીસીએસ મેડિકલ હૉસ્પિટલ, સોલા સિવિલ, એસ.એમ.એસ. હૉસ્પિટલમાં પુસ્તકો આપવામાં આવ્યા છે. તો ગુજરાત વિદ્યાપીઠ, માતૃભાષા અભિયાન, હરસિદ્ધ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અનેક લોકોએ પુસ્તકો દાન કર્યા છે.

(10:01 pm IST)