Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

હવે પશ્ચિમ અમદાવાદમાં પણ કોરોના વાયરસનો હાહાકાર

એસવીપી સહિતની કોર્પોરેટ હોસ્પિટલ હાઉસફુલ ! : ઓક્સિજન બેડ-વેન્ટિલેટરની અછત સર્જાઈ હોવાનું ખુલ્યું

અમદાવાદ, તા. ૧૮ : અમદાવાદના પશ્ચિમ ભાગમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થતા છસ્ઝ્ર સંચાલિત એસવીપી હોસ્પિટલ સહિતની કોર્પોરેટ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. એટલું નહીં ઓક્સિજન બેડ અને વેન્ટિલેટરની પણ અછત સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત એસવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીને દાખલ કરવાની ના પાડી હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે.

શહેરમાં આવેલી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરાઈ રહી છે. પશ્ચિમ અમદાવાદમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેને ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો પણ સમર્થન આપી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે મોટાભાગના કોરોના પેશન્ટ પશ્ચિમ ભાગના આવે છે. પરંતુ બેડ ખાલી હોવાને કારણે દાખલ કરી શકાતા નથી. બીજી તરફ એસવીપી હોસ્પિટલમાં ICU વોર્ડ હાઉસફુલ હોવાનો પણ કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૮૪ કેસ નોંધાયા છે જ્યારે સામે ૧૬૫ દર્દીઓ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જો મૃત્યુઆંકની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા ૨૪ કલાકમાં જ્યારે સુરત કોર્પોરેશનમાં કોરોનાના દર્દીઓના મોત થયા છેઅમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૨૩૯૬૪ પર પહોંચ્યો છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૯૧૪૧ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૩૪૩૦ કેસ નોંધાયાછે.

૧૦ વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ

*          ઉત્તર-પશ્ચિમ ઝોન- સત્યમેવ વિસ્ટાના (B-G બ્લોકના અલગ-અલગ ફ્લોર), ગોતા

*          ઉત્તર-પશ્ચિમ ઝોન-ધનુર્ધર શિલ્પ વિલા, ઘાટલોડિયા

*          ઉત્તર-પશ્ચિમ ઝોન- શિવશક્તિ ફ્લેટ B બ્લોક- ચાંદલોડિયા

*          દક્ષિણ-પશ્ચિમ ઝોન- નંદનવન-- A-૬૪, જોધપુર

*          દક્ષિણ-પશ્ચિમ ઝોન- આરોહી હોમ્સના મકાન, દક્ષિણ બોપલ

*          દક્ષિણ-પશ્ચિમ ઝોન- સફલ પરિસર-૨ના મકાન,દક્ષિણ બોપલ

*          ઉત્તર ઝોન- ગોપી પાર્કની ત્રીજી લેન,સૈજપુર બોઘા

*          પૂર્વ- સ્વાસ્તિક સોસાયટી, સરિતા સોસાયટી, વિરાટનગર

*          પૂર્વ- પરમિલ રેસીડેન્સી, નિકોલ

(10:00 pm IST)