Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

રાજ્યભરમાં કોરોના ટેસ્ટિંગ વધારવા હાઈકોર્ટમાં પિટિશન

અમદાવાદની કોવિડ હોસ્પિટલોની હાલત દયનીય : અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ટેસ્ટિંગ ઓછુ અને મૃત્યુદર વધુ : રાજ્ય સરકારના તમામ દાવા પોકળ

અમદાવાદ, તા. ૧૮ : ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. 'અનલૉકલ્લમાં છૂટ મળવાથી જીવલેણ વાઈરસનું સંક્રમણ પણ વધુ ઝડપથી ફેલાયું છે. જેને પગલે છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા ૯૦૦થી વધુ આવી રહી છે. આથી કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ટેસ્ટિંગ વધારવાની જરૂરિયાતનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે. અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારવા માટે સરકારને સૂચના આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએસન તરફથી હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે, અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ ઘણાં ઓછા છે.

            આ બાબતે અમદાવાદ મેડિકલ એસો.ના પ્રમુખ ડૉ. મોના દેસાઈએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોમાં જ્યાં સરેરાશ ૨૫ થી ૩૦ હજાર કોરોના ટેસ્ટ થાય છે. તેની તુલનામાં ગુજરાતમાં હજાર જેટલા ટેસ્ટ થાય છે. જ્યારે ગુજરાતમાં મૃત્યુદર અન્ય રાજ્યોની સરખામણીએ ડબલ છે. સિવાય એક પરિવારના અનેક સભ્યો કોરોનાથી સંક્રમિત થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સુરતમાં યોગ્ય પ્રમાણમાં ટેસ્ટ ના થવાના કારણે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યના ૧૯ જિલ્લાઓમાં તો કોવિડ-૧૯ના ટેસ્ટિંગની કોઈ સુવિધા નથી.

           આથી અહીં સરકારી અને ખાનગી ટેસ્ટિંગ લેબ ઊભી કરવા માટે સરકારને આદેશ આપવા જોઈએ. ઉપરાંત સરકાર રાજ્યમાં રહેલી લેબોરેટરીની માહિતી રજૂ કરે તેવી માંગ પણ કરવામાં આવીછે. સિવાય ડૉ. મોના દેસાઈએ અમદાવાદની કોવિડ હોસ્પિટલોમાં મળતી સુવિધા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદની કોવિડ હોસ્પિટલોમાં વેન્ટિલેટર ખૂબ ઓછા છે. જ્યારે ખાનગી હોસ્પિટલો પણ હાઉસફૂલ છે. હવે મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી તેની શક્યતાછે.

(9:56 pm IST)