Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

નર્મદામાં કોરોના કહેર :રાજપીપળાના એકજ પરિવારના ૪ સદસ્યો સહિત જિલ્લામાં કુલ ૬ પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપળામાં માલી પરિવારના ૯ મહિનાનો પુત્ર સહિત ૪ પોઝિટિવ આવતા ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે પણ નર્મદા જિલ્લામાં રાજપીપળાના એકજ પરિવારના ૪ સહિત કુલ ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૫૨ (બાવન)સેમ્પલ માંથી ૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ચાર દર્દી રાજપીપળાના એકજ પરિવાર ના છે જ્યારે બે દર્દી ડેડીયાપાડા તાલુકામાં નોંધાયા છે રાજપીપળા ના માલી પરિવાર માં આજે કુલ ચાર દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૩૭ વર્ષીય મહિલા,૯ વર્ષીય બાળકી,૧.૫ વર્ષનો બાળક,એક ૯ મહિનાનો બાળક તમામ રહે.માલિવાડ રાજપીપળા નો સમાવેશ થાય છે જ્યારે ડેડીયાપાડા ના કેવડી ગામના ૩૨ વર્ષીય મહિલા તેમજ ડેડીયાપાડા ના સામરપાડા ગામના ૨૭ વર્ષીય પુરુષ મળી નર્મદા જિલ્લામાં ૬ પોઝિટિવ કેસ આજે નોંધાયા છે ઉપરાંત ૧૬ સેમ્પલ ના રિઝલ્ટ આવના હજુ બાકી છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૧૦૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે જિલ્લામાં કુલ ૧૩૦ કોરોના ના દર્દીઓ નોંધાયા છે આજે વધુ ૭૨ સેમ્પલ નર્મદા જિલ્લા માંથી ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

(9:06 pm IST)