Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

કોરોનાને ચાર મહિના થયા બાદ પણ રાજપીપળામાં સસ્પેકટેડના મોત બાબતે તંત્ર દ્વારા કોઈજ જરૂરી વ્યવસ્થા ઉભી કરાઈ નથી..!!

આશાપુરી માતાના મંદિર પાસે કોરોના સસ્પેકટેડમાં મૃત્યુ પામેલા દર્દીને મોકલવા કોરોના વાયરસના ચાર મહિના બાદ પણ વાહન કે સ્ટાફની કોઇ જ યોગ્ય વ્યવસ્થા નથી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલમાં કોરોનાના કેસ વધુ માત્રામાં વધ્યા હોવા છતાં ઉપરથી સૂચના બાદ આંકડા અપાશે નો રાગ આલાપતા અધિકારીઓની કોરોના બાબતેની બેદરકારી વધી રહી હોવાની બુમો સંભળાઈ રહી હોય અત્યાર સુધીના ચાર મહિના બાદ પણ કોરોના સસ્પેકટેડ દર્દીઓના મોત કે સારવાર બાબતેની યોગ્ય જવાબદારી અધિકારીઓ દ્વારા ઉઠાવવામાં આવતી નથી તેવી બુમ સંભળાઈ રહી છે સાથે સાથે કોરોના જેવા લક્ષણો બાદ પણ રાજપીપળા સિવિલ માંથી કોવિડમાં દર્દી ને મોકલવાના બદલે સીધા વડોદરા મોકલવાની સલાહ આપતા ડોક્ટર કોણ છે..? કેમ સ્થાનિક સસ્પેકટેડ દર્દીઓને બરોડા મોકલવા મનમાની કરવામાં આવે છે..? જેવી અનેક બેદરકારી હાલ ચર્ચામાં છે.

 

આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ છેલ્લા ચાર મહિના થી ભારત માં કોરોના એ માથું ઊંચક્યું છે જેમાં દરેક જિલ્લાઓ માં કોરોના ના પોઝીટીવ કે સસ્પેકટેડ દર્દીઓ માટે ગાઈડલાઈન મુજબ લોકલ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે પરંતુ આજે સવારે જ રાજપીપળાના આશાપુરી વિસ્તારના એક પુરુષ દર્દીનું મોત થયા બાદ એ કોરોના સસ્પેકટેડ હોવાનું જણાયું ત્યારે એના મૃતદેહ માટે જરૂરી વાહન કે કીટ સાથે સજ્જ સ્ટાફ ની પણ તંત્ર દ્વારા કોઈજ આગવી વ્યવસ્થા ઉભી ન કરાઇ હોય આખરે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવા ઘાટે આ મૃતક દર્દી ને જથર વથર ચાદર માં લપેટીને મોકલવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
સૂત્રો દ્વારા વધુ માં એમ પણ જાણવા મળ્યું કે એપ્રિલ- ૨૦૨૦ થી જુલાઈ-૨૦૨૦ દરમિયાન રાજપીપળા સિવિલમાં 30થી વધુ શ્વાસની તકલીફ વાળા દર્દીઓ ના મોત થયા હોવાની સરકારી ચોપડે નોંધ છે પરંતુ આ દર્દીઓ ના કોરોના ટેસ્ટ નથી થયા..? ગાઈડલાઈન મુજબ કોરોના માં મામુલી ચિહ્નો જણાય તો પણ ટેસ્ટ કરી દર્દીને અન્ય દર્દીઓ સાથે ન રાખી કોવિડ માં દાખલ કરવાના હોય છે છતાં આવા દર્દીઓ બાબતે કોણે લાપરવાહી દેખાડી..?
સાથે સાથે રેપીડ ટેસ્ટ માં પ્રથમ દિવસે જ ઘણા દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર આંકડા ન આપી જવાબદાર અધિકારી એવા સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા એ એમ જણાવ્યું કે અમારા થી આંકડા ન અપાય ગાંધીનગર થી મંજૂરી મળ્યા બાદ અમે આંકડા જાહેર કરીશુ.તો શું સ્ટેટ લેવલ થી યોગ્ય આંકડા 
નહિ આપવાની સૂચના અપાઈ છે કે સ્થાનિક તંત્ર બહાના બતાવે છે..? જેવી અનેક ગંભીર લાલીયાવાડી હાલ નર્મદા જિલ્લામાં કોરોના બાબતે ચાલી રહી હોય જો આ તમામ બાબત સત્ય હોય તો તેની ઊંડાણ પૂર્વક તપાસ કરી તંત્ર ના જવાબદારો સામે કડક પગલાં લેવાઇ તે જરૂરી છે.

(9:06 pm IST)