Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

૩૧ જુલાઈ સુધી જમાલપુર માર્કેટ બંધ : જેતલપુરમાં ચાલુ

૧૫મીથી જમાલપુર માર્કેટ ખોલવાનું નક્કી કરાયું હતું : જમાલપુર APMCમાં જૂનના છેલ્લા સપ્તાહથી કામ શરૂ કરાશે, પરંતુ છેલ્લી ઘડીએ પોલીસે મંજૂરી આપી ન હતી

અમદાવાદ, તા. ૧૮ : અમદાવાદ એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ (એપીએમસી) કમિટીએ જેતલપુર એપીએમસીમાં ૩૧ જુલાઈ સુધી ફરીથી કામ કરવાનો નિર્ણય લીધો છે. કમિટીએ અગાઉ ૧૫ જુલાઈથી જમાલપુર યાર્ડમાં કામ શરુ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે તેણે જમાલપુરના વેપારીઓને જેતલપુરથી ૩૧ જુલાઈ સુધી કામગીરી ચાલુ રાખવા જણાવ્યું છે.

એપીએમસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે, જમાલપુર એપીએમસી યાર્ડમાં જૂનના છેલ્લા અઠવાડિયાથી કામ શરૂ કરવામાં આવશે, પરંતુ છેલ્લી ઘડીએ પોલીસે મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે વેપારીઓએ હડતાળની ચીમકી પણ આપી હતી.

બાદમાં જુલાઈમાં વેપારીઓને જેતલપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ ૧૫ જુલાઈ સુધી વેપાર કરવાના હતા. જો કે, હાલમાં APMC જણાવ્યું કે ૩૧ જુલાઈ સુધી જમલાપુરમાં કોઈ વેપાર થશે નહીં.

એક વેપારીએ કહ્યું કે, સરકારે નિર્ણય લેવો જોઈએ કે જ્યાં સુધી શહેરમાં કોરોનાના કેસ નોંધાતા રહે ત્યાં સુધી જમાલપુર ખાતે વેપાર બંધ કરી દેવો જોઈએ અને અનાજના વેપાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ. વેપારીઓએ કહ્યું કે, જેતલપુરના સ્થાનિક વેપારીઓ સાથેનો કોન્ટ્રાક્ટ ૩૧ જુલાઈ સુધી રહેશે અને જો અધિકારીઓએ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો તો શાકભાજી વેચનારાઓ પાસે ફરીથી વેચાણ અટકાવવા સિવાયનો કોઈ વિકલ્પ રહેશે નહીં.

(8:03 pm IST)