Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

રાજ્યમાં કોરોના સંક્રમિતની સંખ્યા કરતા સાજા થનાર દર્દી વધુ : નવા રેકોર્ડબ્રેક 960 કેસ નોંધાયા : 1061 દર્દીઓ સ્વસ્થ થયા : કુલ કેસ 47,676 થયા : વધુ 19 લોકોના મોત : મૃત્યુઆંક 2127 થયો

સુરતમાં સૌથી વધુ 268 કેસ, અમદાવાદમાં 199 કેસ ,વડોદરામાં 78 કેસ, ભાવનગરમાં 21 કેસ, રાજકોટમાં 57 કેસ, જૂનાગઢમાં 40 કેસ,મહેસાણામાં 24 કેસ, ગાંધીનગરમાં 28 કેસ નોંધાયા : વધુ 1071 દર્દીઓ સાજા થતા કુલ 34,005 દર્દીએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 960 કેસ નોંધાયા છે. અલબત્ત રાજ્યમાં કોરોના સંક્રમિતની સંખ્યા કરતા સાજા થનાર દર્દી વધુ થયા છે,નવા રેકોર્ડબ્રેક 960 કેસ નોંધાયા છે તેની સામે આજે સૌથી વધુ સ્વસ્થ થનારની સંખ્યા વધુ છે આજે 1061 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 34,015 દર્દીએ કોરોનાને હરાવ્યો છે  છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 19 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2127 થયો છે

 રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 11,344 છે. આ એક્ટિવ કેસમાંથી 11,269 દર્દી સ્ટેબલ છે જ્યારે 75 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 1061 દર્દીઓ સાજા થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 34005 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે જ્યારે 2127 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.

 આજે નોંધાયેલા નવા કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 203 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 182 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 268 થયા છે  અમદાવાદ જિલ્લામાં 199  કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 78 કેસ, ભાવનગરમાં 21 કેસ, રાજકોટમાં 57 કેસ, જૂનાગઢમાં 40 કેસ,મહેસાણામાં 24 કેસ, ગાંધીનગરમાં 28 કેસ નોંધાયાછે 

(7:59 pm IST)