Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

વલસાડમાં કોરોના બેફામ :વાપીમાં 8 સહીત જિલ્લામાં વધુ 19 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 441 થઇ : વલસાડ - પારડીમાં 4-4 અને ધરામપુરમાં 2 અને કપરાડામાં 1 કેસ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લામાં કોરોના બેફામ ફેલાઈ છે ત્યારે તંત્ર એ વધુ જાગવાની જરૂર છે વલસાડ શાકભાજી માર્કેટમાં સરકારની ગાઈડ લાઇનનું  ખુલ્લેઆમ ચીરહરણ થઈ રહ્યુ છે હાઈવે પર હોટલોમાં જરા પણ પાલન નથી થતું.વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ આવા તત્વો વિરુદ્ધ લાલઆંખ કરે તે ખુબજ જરૂરી બન્યુ છે.જ્યારે જિલ્લામા 19 કેસ આવ્યા એ ચિંતાનો વિષય છે વલસાડ 4, પારડી 4,વાપી 8,ધરમપુર 2,કપરાડા 1 જ્યારે અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દી ની સંખ્યા 441 થઈ છે જે ચિંતાનો વિષય છે

(7:05 pm IST)