Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

નર્મદા LCB પોલીસે વિદેશી દારૂ સાથે સાગબારાના એક યુવાનને ઝડપી પાડ્યો:રૂ.૪૪,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત.

મહારાષ્ટ્ર થી મોટરસાઈકલ ઉપર દારુ લઇ આવનારો યુવાન સેલંબાના નવાપાડા રોડ પર પોલીસને હાથ લાગ્યો: ૧૪૮ નંગ કવાટરિયા અને મો.સા મળી કુલ રૂ.૪૪,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા- નર્મદા જિલ્લા LCB પોલીસે જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચના અને ડી.વાય.એસ.પી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર નર્મદા જિલ્લામાં દારુના વેપલા સાથે સંકળાયેલા વ્યક્તિ ઓ ઉપર વોચ રાખી લાલ આંખ કરતા એક બાદ એક દારૂ જુગારનો વેપલો પોલીસ ઝડપી રહી હોય બે નંબરીયા ઓમાં ફફડાટ ફેલાયો જોવા મળી રહ્યો છે.

 

ત્યારે નર્મદા જિલ્લાના સેલંબા ના નવાપાડા રોડ પર નર્મદા LCB પોલીસને બાતમી મળેલ કે એક યુવાન પલ્સર મોટર સાઇકલ ઉપર દારુ લઇ આવી રહ્યો છે જેથી LCB PSI સી.એમ.ગામીત અને તેમના સ્ટાફે યુવાન ને મોટરસાઈકલ નંબર GJ 30 C 5317 ઉપર આવતો જોઇ અટકાવી તપાસ કરતા તેની પાસેથી 148 નંગ વિદેશી દારૂના કવાટરિયા મળી આવ્યા હતા.
પોલીસે તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ સુનિલ સેગાભાઇ વસાવા રહે. દરબાર ફળીયા. સાગબારાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ યુવાનને સાગબારા પોલીસને હવાલે કર્યો હતો. અને મોટરસાઈકલ સહિત વિદેશી દારૂ મળી કુલ રૂ.44,800/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ગુનો દાખલ કર્યો હતો.તપાસ સાગબારા પોલીસ કરી રહી છે.

(6:56 pm IST)