Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

રાજપીપળા વીજ કંપનીના વાવડી ફીડરમાં વીજળીની અનિયમિતાથી ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ

વાવડી ફીડરના વિસ્તારમાં આવતી લગભગ ૫૦૦ એકર જમીનમાં શેરડી,કેળાં સહિતના પાકને નુકસાન:

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : હાલ કોરોના મહામારી વચ્ચે દરેક રોજગાર ધંધા પર જાણે ગ્રહણ લાગ્યું હોય એમ મંદી જોવા મળી રહી છે ત્યારે ધરતી પુત્રો પણ હાલ ખેતીમાં ખાતર, મજૂરો સહિત અનેક તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે જેમાં નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા વીજ કંપનીની લાપરવાહીના કારણે વાવડી ફીડરમાં વીજળી અનિયમિત મળતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો હોવાની બુમ ઉઠી છે.

 

 વાવડી ફીડરમાં આવતી લગભગ ૫૦૦ એકર જમીન માં ધરતીપુત્રો ખેતી કરે છે પરંતુ આ તરફ વીજળી નિયમિત ન મળતા પાણી ના અભાવે કેળાં ની વાવેતર કરેલી ગાંઠો જમીન માજ સુકાઈ ગઈ હોય સાથે સાથે દિવસ માં આઠ કલાક મળતી વીજળી પણ હાલ છેલ્લા પંદરેક દિવસ થી કોઈ ક્ષતિ સર્જતાં વાવડી ફીડર બંધ રહેતા વીજળી મળતી નથી જેના કારણે આ તરફ ના ખેડૂતો ના કેળા, શેરડી સહિત ના વાવેતર ને મોટું નુકસાન થઈ રહ્યું છે.
જોકે વાવડી ફીડર ની ક્ષતિ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં વીજ કંપની દ્વારા 16 દિવસ થી હજુ કોઈ કામગીરી કરાઈ નથી તેમજ ટેલીફોન દ્વારા પૂછતાં માણસો તમારી લાઈન પર ગયા છે થઈ જશે તેવા વાયદા મળતાં હોવાનું ત્યાં ખેતી ધરાવતા ખેડૂત સ્મિત ઇલાવીયા દ્વારા જાણવા મળ્યું હતું.

(6:54 pm IST)