Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

નર્મદા જિલ્લામાં કોરોના કહેર વધતા રાજપીપળા હોલસેલ શાકમાર્કેટ ૪ દિવસ માટે બંઘ રાખવા સ્વૈચ્છિક નિર્ણય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા, હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાં બાકાત નથી રાજપીપળામા પણ કોરોનાના કેસો વધી રહ્યા છે એ જોતાં બે દિવસ થી આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા ખાતે રેપીટ ટેસ્ટ શરૂ કરમાં આવ્યા છે.
 રાજપીપળામાં શાકમાર્કેટ પાસે ૬૦ વર્ષીય એક મહિલા કોરોના પોઝીટીવ આવતા સમગ્ર રાજપીપળા ના લોકોમાં ફફાળાટ ફેલાયો છે રાજપીપળા શાકમાર્કેટ માં એક કેસ આવ્યા બાદ શાકમાર્કેટ એસોસિયેશન દ્વારા એક અગત્ય નો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તા.૧૯/૭/ ૨૦૨૦ થી તા.૨૨/૭/૨૦૨૦ સુધી રાજપીપળા હોલસેલ શાકમાર્કેટ ચાર દિવસ માટે બંઘ રહેશે.
 આવતીકાલ થી ચાર દિવસ શાક માર્કેટ બંધ રહેવાની વાતે આજે માર્કેટ માં સવાર થી ભારે ભીડ હતી સાથે સાથે અમુક વસ્તુઓના ભાવ પણ વધુ લેવાયા હોવાનું જાણવા મળ્યું હતું.

(6:51 pm IST)