Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સુરતના બેગમપુરામાં તુલસી ફળીયા નજીક સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી 99 જુગારીઓની ધરપકડ કરી 4.67 લાખ જપ્ત કર્યા

સુરત: શહેર ના બેગમપુરા તુલસી ફળીયામાં સ્ટેટ મોનીટરીંગ સેલે ગતરોજ આસીફ ગાંડાના જુગારધામ ઉપર છાપો મારી 99 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૃ.4.67 લાખમોબાઈલ ફોનબાઈક વિગેરે મળી કુલ રૃ.10.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં કોરોનાનું સંક્રમણ ઘાતક તબક્કામાં છે ત્યારે મહિધરપુરા પોલીસ મથકથી માંડ એક કિલોમોટરના અંતરે આવેલા બેગમપુરા તુલસી ફળીયામાં ધમધમતા કુખ્યાત આસીફ ગાંડાના હાઈપ્રોફાઈલ જુગારધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત બપોરે છાપો મારી ત્યાં જુગાર રમતા ૯૯ જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમમોબાઈલ ફોન, 8 થી 10 બાઈક મળી લાખો રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારધામના સંચાલક આસીફ ગાંડાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્યાંથી રોકડા રૃ.4.67 લાખમોબાઈલ ફોનબાઈક અન્ય સાધનો વિગેરે મળી કુલ રૃ.10.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મોડીરાત સુધી ચાલેલી કાર્યવાહી બાદ સ્ટેટ મોનીટરીંગ સેલે મહિધરપુરા પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાવ્યો હતો.

(5:39 pm IST)