Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સુરતના કતારગામમાં પતિથી અલગ રહેતી પરિણીતા સાથે પરિચિત યુવાને સાથે રહેવાની જીદ કરી ઝઘડો કરી ચપ્પુથી હુમલો

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં પતિથી અલગ 16 વર્ષીય પુત્રી સાથે રહેતી મહિલા સિક્યુરિટી ગાર્ડને ત્યાં અમદાવાદથી અઠવાડિયા અગાઉ આવેલા પરિચિત યુવાને ગત બુધવારે રાત્રે મહિલા સાથે રહેવાની જીદ કરી ઝઘડો કરી મહિલા અને તેની પુત્રીને ચપ્પુના ઘા માર્યા હતા અને ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જામનગરની વતની અને સુરતમાં કતારગામ બહુચરનગર સોસાયટી ઘર નં.177 માં ત્રણ બાળકો પૈકી વચલી 16 વર્ષીય પુત્રી ખુશી અને 13 વર્ષીય પુત્ર ધ્રુવ સાથે રહેતી 33 વર્ષીય ભાવના કાંતિભાઈ સોલંકી એક માસથી વેડરોડની પ્રાણનાથ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. અમદાવદ આંબાવાડી ખાતે મોટી પુત્રી નીતાલી ( ઉ.વ.18 ) સાથે રહેતો પતિ કામધંધો કરતો ન હોય ભાવના એક વર્ષ અગાઉ સુરત રહેવા આવી ગઈ હતી. હાલ તેનો પુત્ર ધ્રુવ ઉધનામાં તેની માતાના ઘરે રહેવા ગયો છે. દરમિયાન, બે વર્ષ અગાઉ ભાવના અમદાવાદ આંબાવાડી સ્થિત નિશાન મોટર્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતી હતી ત્યારે સાથે નોકરી કરતા નિરજ લક્ષ્મી વિશ્વકર્મા ( ઉ.વ.25 ) સાથે મિત્રતા થઇ હતી. સુરત આવ્યા બાદ પણ ભાવનાની તેની સાથે ફોન ઉપર વાત થતી હતી.

(5:38 pm IST)