Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સુરતમાં પાડોશમાં રહેતી 8 વર્ષીય બાળકી પર જાતીય હુમલો કરનાર નરાધમ યુવાનના જામીન અદાલતે રદ કર્યા

સુરત:પાડોશમાં રહેતી 8 વર્ષીય બાળકી પર જાતીય હુમલો કરી પોક્સો એક્ટના ભંગ કરવાના ગુનામાં અઠવા પોલીસે જેલભેગા કરેલા આરોપી યુવાનની જામીન મુક્તિની માંગને આજે પોક્સો કેસોની ખાસ અદાલતે નકારી કાઢી છે.

ૃમૂળ બિહારના દરભંગા જિલ્લાના વતની તથા રૃદરપુરા બોમ્બે કોલોનીમાં રહેતા 20વર્ષીય આરોપી અફરોઝ મેહરાબ ખાને તા.8-3-20ના રોજ પોતાની પાડોશમાં રહેતી 8 વર્ષીય બાળકીને 10 રૃપિયાની લાલચ આપીને પોતાના રૃમમાં લઈ ગયો હતો.જ્યાં ભોગ બનનારના હોઠ પર આરોપીએ દાંત ખુંપાવવાથી માંડીને તેના ગુપ્તાંગ સાથે છેડછાડ કરીને જાતીય હુમલો કર્યો હતો. જે અંગે ભોગ બનનાર બાળકીની માતાએ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા અઠવા પોલીસે આરોપીની યુવાનને ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

(5:37 pm IST)